Yamunajal Man Kesar Gholi

Yamunajal Man Kesar Gholi

Anuradha Paudwal, Ashit Desai, Purushottam Das Jalota, Shubha Joshi, And Umesh Vajpai

Длительность: 3:12
Год: 1998
Скачать MP3

Текст песни

યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા
હલકે હાથો અંગો ચૂડી લાડ લડાઉં શામળા
અંગો લૂછી આપું વસ્ત્રો પીડું પીતાંબર પ્યાર માં
તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તૂઝ વાડ માં
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા

કુમકુમ કેસર તિલક સજાઉ ત્રિકમ તારા બાલમા
અલબેલી આંખો માં આજું અંજન મારો બાલમા
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા

હંસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠઉઠ તાલ માં
નજર ના લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલ માં
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા

પગ માં ઝાંઝર રૂમઝુમ વાગે હાથ માં કંકણ બાલમા
કંઠે માળા કાને કુંડલ ચોરે છિથરું ચાલ માં
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા

મોર મુકુટ માથે પહેરાઉં, મુરલી આપું હાથ માં
કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં મારો બાલમા
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા

દૂધ કટોરી ભરી ને આપું પીઓ ને મારો શામળા
ભક્ત મંડળ નિરખી શોભા રાખો ચરણી શામળા
રાખો ચરણી શામળા
રાખો ચરણી શામળા
યમુના જલ માં કેસર ઘોળી સ્નાન કરાઉં શામળા