Tu Rangai Jaane Rangmaa

Tu Rangai Jaane Rangmaa

Hemant Chauhan

Альбом: Halvi Vaani
Длительность: 11:15
Год: 2007
Скачать MP3

Текст песни

રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ
ક્યારે ભજશું રાધે શ્યામ
આજે ભજશું કાલે ભજશું ભજશું સીતારામ
ક્યારે ભજશું રાધે શ્યામ
શ્વાસ ખૂટશે નાડી તૂટશે, શ્વાસ ખૂટશે નાડી તૂટશે
પ્રાણ નહીં રહે તારા અંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
જીવ જાણતો ઝાઝું જીવશું મારૂં છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ
તેડું આવશે જમનું જાણ જે, તેડું આવશે જમનું જાણજે
જાવું પડશે સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

સહુ જીવ કહેતા પછી જંપીશુ પહેલા મેળવી લોને દામ
રહેવાના કરી લો ઠામ
સહુ જીવ કહેતા પછી જંપીશુ પહેલા મેળવી લોને દામ
રહેવાના કરી લો ઠામ
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં
સહુજન કહેતા વ્યંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ
પછી ફરીશું તીરથ ધામ
ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલાં ઘરના કામ તમામ
પછી ફરીશું ધામ
આતમ એક દી’ ઉડી જાશે, આતમ એક દી’ ઉડી જાશે
તારું શરીર રહેશે પલંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ
એમાં ક્યાંથી સાંભળે રામ
બત્રીસ ભાતનાં ભોજન જમતાં ભેળી કરીને ભામ
એમાં ક્યાંથી સાંભળે રામ
દાનપુર્ણ્યથી દૂર રહ્યો તું, દાનપુર્ણ્યથી દૂર રહ્યો તું
ફોગટ ફરેશે ઘમંડમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં

રંગ રાગમાં ક્યારે રટાશે રહી જાશે આમને આમ
માટે ઓળખ તું આતમ રામ
રંગ રાગમાં ક્યારે રટાશે રહી જાશે આમને આમ
માટે ઓળખ તું આતમ રામ
બાબા આનંદ હરિ ૐ અખંડ છે
બાબા આનંદ, બાબા આનંદ હરિ ૐ અખંડ છે
ભજ તું શિવની સંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
સીતા રામ તણાં સત્સંગમાં
રાધે શ્યામ તણાં તું રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
રંગાઈ જાને રંગમાં