Yamunaji Ni Aarti

Yamunaji Ni Aarti

Nidhi Dholakiya

Альбом: Yamunaji Ni Aarti
Длительность: 8:27
Год: 2020
Скачать MP3

Текст песни

જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
જોતા જનમ સુધાર્યો
મન કરતા જી ભુંગાર્યો
ધન્ય ધન્ય તમને માં
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

શાવલડી સુરત માં મુરત માધુરી
માં મુરત માધુરી
પ્રેમ સહીત પટરાણી
પ્રેમ સહીત પટરાણી પરાક્રમે પુરા
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

ગહેવર વન ચાલ્યા માં ગંભીરે ઘેર્યા
માં ગંભીરે ઘેર્યા
ચૂંદડીએ ચટકાળા
ચૂંદડીએ ચટકાળા પહેર્યા ને લહેર્યા
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

ભુજ કંકણ રૂડા માં ગુજરીયા ચૂડી
માં ગુજરીયા ચૂડી
બાજુબંધ ને બેરખા
બાજુબંધ ને બેરખા પહોંચી રત્ન જડી
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

ઝાંઝરને ઝમકે માં વિછિયાને ઠમકે
માં વિછિયાને ઠમકે
નેપુરને નાદે માં
નેપુરને નાદે માં ઘુઘરીને ઘમકે
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

સોળે શણગાર સજ્યા માં નકવેસર મોતી
માં નકવેસર મોતી
આભરણમાં ઓપો છો
આભરણમાં ઓપો છો દર્પણ મુખ જોતા
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

તટ અંતર રૂડા માં શોભિત જળ ભરીયા
માં શોભિત જળ ભરીયા
મનવાંછિત મુરલીધર
મનવાંછિત મુરલીધર સુંદર વર વરિયા
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

લાલ કમળ લપટ્યા માં જોવાને ગ્યાતા
માં જોવાને ગ્યાતા
કહે માધવ પરિક્રમા
કહે માધવ પરિક્રમા વ્રજની કરવાને ગ્યાતા
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

શ્રી યમુનાજીની આરતી વિશ્રામ ઘાટે થાય
માં વિશ્રામ ઘાટે થાય
તેત્રીસ કરોડ દેવતા
તેત્રીસ કરોડ દેવતા દર્શન કરવા જાય
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

યમુનાજીની આરતી માં જે કોઈ ગાશે
માં જે ભાવે ગાશે
જન્મ મરણ ના સંકટ
જન્મ મરણ ના સંકટ સર્વે દૂર થાશે
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના

જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
જોતા જનમ સુધાર્યો
મન કરતા જી ભુંગાર્યો
ધન્ય ધન્ય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના
માં જય જય શ્રી યમુના