Lejo Rasiya Re Rumal (Happy) (Navrang Chundadi / Soundtrack Version)

Lejo Rasiya Re Rumal (Happy) (Navrang Chundadi / Soundtrack Version)

Praful Dave

Альбом: Navrang Chundadi
Длительность: 6:38
Год: 1990
Скачать MP3

Текст песни

હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે

હે ચોળી ચટાકેદાર કેડે કંદોરો
ચોળી ચટાકેદાર કેડે કંદોરો
કાંબીને કડલા ડોકે હીર નો રે દોરો
હો કાંબીને કડલા ડોકે હીર નો રે દોરો
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો
હે તારો ઘુઘરીયાળો ઘાઘરો ઘેરદાર છે
હો લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે

હે મળતાં રે વેંત તે’તો કામણ કીધું
મળતાં રે વેંત તે’તો કામણ કીધું
દલડું દીધુ ને દલડું લીધું
દલડું દીધુ ને દલડું લીધું
હે મુને કાળજે કટાર લાગી
હે મુને કાળજે કટાર લાગી આરપાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે

હે માનો મોરી વાત ગોરી ઘૂમટો ના ઢાળો
માનો મોરી વાત ગોરી ઘૂમટો ના ઢાળો
હૈયુ ભરી જોવા દયો આંખડીનો ચાળો
હૈયુ ભરી જોવા દયો આંખડીનો ચાળો
હે તારી પાંપણ નો પલકારો
હે તારી પાંપણ નો પલકારો પાણીદાર છે
હો લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે

જોબન નો રણકો મારા ઝાન્ઝર ના તાલમાં
જોબન નો રણકો મારા ઝાન્ઝર ના તાલમાં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
જોબનીયુ ચાલમાં ને જોબન રૂમાલ માં
હે એમાં પ્રીત કેરો રંગ મારો
હે એમાં પ્રીત કેરો રંગ મારો ભારોભાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે ઉડતો આવે તારી પાહે કેવો સમજદાર છે
હે લેજો, રસીયા રે રૂમાલ મારો રંગદાર છે
હે લેજો રસીયા રે રૂમાલ મારો રંગદાર છે

હે હે
એકલી શ્રી શુધીયત અધાસ શ્રધ્ધ કો ગરજ પ્રદાર્થ
રમણ રાસ ચિત્તર નાથ પવન વાયગી નો
હે પવન વાયગી નો
હે મુરલી ધૂન અતિ અઝાળ ગેહરે સુર ગર્ભપાર
માન ભાન શુભ પ્રસાન્ન મન મુરાગરી નો
માન ભાન શુભ પ્રસાન્ન મન મુરાગરી નો
હે માન ભાન શુભ પ્રસાન્ન મન મુરાગરી નો