Tu Khub Mane Game Che Mara Vhala Prabhu

Tu Khub Mane Game Che Mara Vhala Prabhu

Jainam Varia

Длительность: 3:47
Год: 2024
Скачать MP3

Текст песни

તું ખૂબ મને ગમે છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ
તું ખૂબ મને ગમે છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ
જોઈ તારા નયનો મન ઘેલું બન્યું
જોઈ તારા નયનો મન ઘેલું બન્યું
ચૂપકેથી કહું છું તને love you પ્રભુ
તું ખૂબ મને છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ

તમારા દર્શનથી રોમ મારા ખીલે
તમારી શીતલ છાયા ભવોભવ જો મળે
તમારા દર્શનથી રોમ મારા ખીલે
તમારી શીતલ છાયા ભવોભવ જો મળે
જીવન કરું સમર્પણ કહું thank you પ્રભુ
તું ખૂબ મને છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ

નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે વ્હેમ
કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કેમ
ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે નેમ
ધબક્યું હૃદય જોતા તને થયો પહેલી નજરે પ્રેમ
સપનામાં આવી જા તુજને યાદ કરું
ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરૂં
સપનામાં આવી જા તુજને યાદ કરું
ઉપકારો કર્યા તે અનંતા પલ પલ સમરૂં
ભીની આંખેથી કહું છું તને miss you પ્રભુ
તું ખૂબ મને છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ
તું ખૂબ મને છે મારા વ્હાલા પ્રભુ
મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ