Siddhachal Darbar Jajarmaan Laage Che

Siddhachal Darbar Jajarmaan Laage Che

Piyush Shah & Manan Sanghvi

Длительность: 4:57
Год: 2025
Скачать MP3

Текст песни

સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે

આજ અનંતા સિધ્ધો નો એહસાન લાગે છે
શાશ્વતા-સુખના અહીં સન્માન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે

કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂઆબ
શત્રુંજય ના બાગનું શ્રી ઋષભછે ગુલાબ
ફુલોના જુલામાં કોઈ મહેમાન લાગે છે
ફુલોના જુલામાં કોઈ મહેમાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે

કોઈ જે ના આપે એતો સઘળું આપે છે
મારા ઋષભજી તોહ મારુ ધ્યાન રાખે છે
એના હૈયે કરુણા નું મહાગાન લાગે છે
એના હૈયે કરુણા નું મહાગાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે

જુઓ ગગન નો સંગ કરે છે ગરવો ગિરિરાજ
ધરતી ને આકાશ પર છે ઋષભજી નું રાજ
ભારત ની ભૂમિ નું આ વરદાન લાગે છે
ભારત ની ભૂમિ નું આ વરદાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે

રોજ સવારે આંખો જુએ સૂર્યોદય ને સંગ
ઋષભજી ની ગુણકીર્તિ નો ઉછળ તો ઉમંગ
તીરથ નું આ તીરથ આલીશાન લાગે છે
તીરથ નું આ તીરથ આલીશાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે
સિધ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે
રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે