Girnare Shree Prabhu Nem Che
Manan Shah, Jainam Varia, Manan Sanghvi, And Paras Gada
5:26જે મારગે અનંતા તિર્થંકરો પણ ચાલ્યા છે છોડી રાજવાટ ઝંખે સદા એ દેવોની દુનીયા સજવા જે મુક્તિનો સાજ એ ઋષભ નો છે મારગ મારા નેમ નો મારગ થાવું છે રાજુલ મારે આજ વિરતીરાગ એ સાચો રાગ વિરતીરાગ પરમ અભિલાષ વિરતીરાગ એ વીરજી નો સાદ વિરતીરાગ એ શમણોનો તાજ જે ભવથી તારનાર છે પરમપદ દેનાર છે આપો એ વિરતી સાહિબા જ્યાં અનહદ આહલાદ છે સર્વસંગ નો ત્યાગ છે સંયમ ની સાચી સાધના મારા મન માંહી સમાયો વેષ તારણહારો ક્યારે બનુ વીર અણગાર વિરતીરાગ એ સાચો રાગ વિરતીરાગ પરમ અભિલાષ વિરતીરાગ એ વીરજી નો સાદ વિરતીરાગ એ શમણોનો તાજ તારી આણા એ આત્મા રમે અવિરત તારા વચનો વહે શુદ્ધતા ને સમતા લાવજો નિર્ગ્રંથતા મુજમાંવસે બંધનો મોહ ના તૂટે એવુ ધન્ય જીવન આપજો છોડી વાસના નો મેળો તારો ઓઘો મારે લેવો અંતરની છે એક જ ઝંખના વિરતીરાગ એ અંતરનાદ વિરતીરાગ પ્રભુ સંવાદ વિરતીરાગ અભય નું દાન વિરતીરાગ સોમ નું જ્ઞાન તુજ પંથે ડગ માંડી સાચું સમક્તિ પ્રગટાવું ધન્ના જી સમ ઉજજવલ હું સંયમ જીવન પાળું ગુરુ ગોયમ જેવો વિનયી તારો અનુયાયી બનીને પ્રભુ તારા એ અનુરાગે મારે ચંદનબાળા થાવું વિરતીરાગ એ સાચો રાગ વિરતીરાગ પરમ અભિલાષ વિરતીરાગ એ વીરજી નો સાદ વિરતીરાગ એ શમણોનો તાજ