Gurumaiya
Pu.Acharya Udayratna Suriji M.S
6:02મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ રાજાઓના રાજા શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ કોઈ અલગારી યોગી એ પ્રભુજીને પ્રગટાવ્યા કોઈ અલગારી યોગી એ પ્રભુજીને પ્રગટાવ્યા જિનમંદિર ને મનમંદિર માં ઋષભજી પધરાવ્યા કંકુનાં થાપા લગાવો, મહેંદી રંગ્યા હાથ કંકુનાં થાપા લગાવો, મહેંદી રંગ્યા હાથ રાજાઓ ના શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ નાના નમણાં રાજકુંવર છે આદિશ્વર અલબેલા નાના નમણાં રાજકુંવર છે આદિશ્વર અલબેલા સાલગીરીની ધજા ચડાવી હૈયા સૌ હરખેલા ઢોલ નગારા વગડાવ્યા ને ઘર ઘર ગુંજે નાદ ઢોલ નગારા વગડાવ્યા ને ઘર ઘર ગુંજે નાદ રાજાઓ ના શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ આજ વતનની ધૂળમંહી દેશાવર થી સહુ આવ્યા આજ વતનની ધૂળમંહી દેશાવર થી સહુ આવ્યા રજતવર્ષ ની સાલગીરીમાં ઉત્સવરંગ મનાવ્યો રત્નચન્દ્રસૂરી પધાર્યા સકળ સંઘની સાથ રત્નચન્દ્રસૂરી પધાર્યા સકળ સંઘની સાથ રાજાઓ ના શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ ઘરે ઘરે દીક્ષાના તોરણ આ પ્રભુએ બંધાવ્યા ઘરે ઘરે દીક્ષાના તોરણ આ પ્રભુએ બંધાવ્યા રત્નત્રયીની ઉપાસનાથી રાગ-દ્વેષ છોડાવ્યા, ‘ઉદયરતન’ ના મનગમતા છે, જય જય આદિનાથ જય જય આદિનાથ ‘ઉદયરતન’ ના મનગમતા છે, જય જય આદિનાથ રાજાઓ ના શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ રાજાઓ ના શોભે ઋષભજી નો ઠાઠ મીઠી પાલડી ગામનાં મીઠાં આદિનાથ