Ek Aakhe Savan Biji Aakhe Bhadaravo

Ek Aakhe Savan Biji Aakhe Bhadaravo

Rakesh Barot

Длительность: 5:09
Год: 2024
Скачать MP3

Текст песни

એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મને કુવા માં ઉતારી ગોડી વર્ત નોતો વાઢવો
એ મને દાડે દીવે આજ અંધારું લાગે
નજરો નજર જોયેલું મારા હૈયે વાગે
મારા પોંચ વરહ ના પ્રેમ નો તારે દાટ નતો વાળવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો

ઓ જિંદગી ભર સાથે રેવાની પાડી હતી શરતો
ભૂલી ગયા શરતો ને મેલ્યો મને પડતો
ઓ છેટે થી મને જોતી હૈયે હરખ ના એને માતો
દોડી આવતી પાહે મારા કરતી મીઠી વાતો
ઓ આટલો હતો પ્રેમ તને ઓટી શું પડી
મારા પ્રેમ માં ગોંડી ખોટ શું પડી
એ ગોંડી ટાઢા પોણી એ મારો ખો નતો કાઢવો
એ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો

ઓ કાળજા નો કટકો મારો તને હું તો માનતો
તું કેતી હતી એટલા ડગલાં હું તો ભરતો
ઓ આવો દગો કરશે એવું નતો હું જાણતો
દિલ માં જાજુ દુઃખ લઇ ને સોનુ સોનુ રડતો
એ વાઢા પાથર્યા આયા મને આડા
તારા લીધે છુટા મારે દુઃખ ના દાડા
એ ખોટો ભરોસો આલીને મારો ભવ નતો બગાડવો
ઓ તારા દિલ માં હતો દગો તો સોનો નતો રાખવો
ઓ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો
એ મારી એક ઓખે સાવન બીજી ઓખે ભાદરવો