Chando Ugyo Sajanaji Ne Desh

Chando Ugyo Sajanaji Ne Desh

Tejal Thakor, Kaushik Bharwad

Длительность: 6:22
Год: 2023
Скачать MP3

Текст песни

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એવી હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એ હાલો સૈયર માધવપુરના મેળે જો
હે મેળામાં મનનો માણીગર આવશે

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવું હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

હે સાંજણ વેલા આવશું
અરે રે લઈ જાશું અમારે દેશ
એવી પ્રીતની
હે એવી પ્રીતની રમશું
અરે રે રઢિયાળી આખી રાત

હે તેજી ઘોડીને તેજી છે તલવાર જો
હે તેજી ઘોડીને તેજી તલવાર જો
એવા રુમઝુમતાં ઘોડલીયે સાયબો આવશે

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં
એવું હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

હે એ કંચન વરણી કાયને
અરે રે માથે જોબન જોલા ખાય
હે એવી આંજણ
હે એવી આંજણ ઘેરી આખડી
અરે રે મારુ કાળજ કોરી ખાય

હે પંચરંગી પાઘડીયે છોગું શોભે જો
એવી પંચરંગી પાઘડીયે છોગું શોભે જો
એવો નરબંકો વટવાળો નણદી વીરલો

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

એવું હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

હે તલનું ટપકું શોભતું
અરે રે ગોરા ગાલે અપરંપાર
પણ મારા કાળજડાને
હે મારા કાળજને કોતરતી
અરે રે એની આંખડીયું ની ધાર

હે ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
એ ચાંદો ઉગ્યો સાંજણજીને દેશ જો
હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

એવું હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં

એવું હરણ્યું રે આથમીયુ હાલાર દેશમાં