Na Malyu Koi Tara Jevu

Na Malyu Koi Tara Jevu

Naresh Thakor

Длительность: 5:13
Год: 2025
Скачать MP3

Текст песни

હો ના મળ્યું કોઈ તારા જેવુ
હો ના મળ્યું કોઈ તારા જેવુ
તુયે ના મળી એ વાત અલગ છે
હારે રહેવાનું સપનુ જોયુ
પુરુ ના થયું એ વાત અલગ છે

હો જ્યારે જ્યારે દેવ ના પગથિયા ચડ્યા તને જ માંગી
દિધા રુપિયા બંગલા બધુ તને કેમ દૂર રાખી
હો વગર માંગે બીજા ને વરી
મૈં માંગી તોયે મને તું ના રે મળી
હો વગર માંગે મારી વાલી તું બીજા ને વરી

હો આવતા ભવે વિધિ એવા લેખ લખજે
આયખુ થોડુ પણ પ્રેમ પુરો લખજે
હો કોઈ ને મનગમતા થી છેટા ના કરજે
આ ભવે ના મળે તો આવતા ભવે મેળવજે
હો કોઈ ને પ્રેમ મળ્યો કોઈ તડપી રહયા એકબીજાની માટે
કોઈ ની આંખો માં હરખ કોઈ રડી રહ્યા હાચા પ્રેમ ની કાજે
હા નઈ મળે કોઈ તારા જેવુ
તુયે ના મળી એ વાત અલગ છે
હા તુયે ના મળી એ વાત અલગ છે

હો દુનિયા જાણે છે તારા મારા પ્રેમ ને
જવાબ દુનિયા ને શુ દઈશ હુ તને ખોઈને
હો રૂઠ્યાં હોય તો મનાવું આતો ભૂલ્યા છે મને
દિલ તોડી રાજી ફરે દુઃખી કરે છે મને
હા જ્યારે કોઈ પ્રેમીઓ ને મળતા જોવુ મને તુ યાદ આવે
હારે મારે રહેવુ તુ ઘણું તારી જોડે કોણ મને લાવે
હો હા નઈ મળે કોઈ તારા જેવુ
તુયે ના મળી એ વાત અલગ છે
હો તુયે ના મળી એ વાત અલગ છે