Doshi Thi Haryo Bharyo

Doshi Thi Haryo Bharyo

Paras Gada

Длительность: 7:49
Год: 2018
Скачать MP3

Текст песни

દોષ થી હર્યો ભર્યો છું છતાં
દાદા તુજને મળવાની ઘણી આશ છે
હું તને નીરખી શકું ના તને દાદા
તું પરંતુ મારી આસપાસ છે
દોષ થી હર્યો ભર્યો છું છતાં દાદા
તુજને મળવાની ઘણી આશ છે
હું તને નીરખી શકું ના તને દાદા
તું પરંતુ મારી આસપાસ છે

ભલે તું કોયલના ગાને
ભલે તું ગ્રંથના પાને
મને તું આવી ને મળજે
હો દાદા કોઈ પણ બહાને

ભલે તું કોયલના ગાને
ભલે તું ગ્રંથના પાને
મને તું આવી ને મળજે
હો દાદા કોઈ પણ બહાને
જળ બધા મૈં પી લીધા આ વિશ્વના દાદા
તુજને પીવાની હજી પ્યાસ છે
દોષ થી હર્યો ભર્યો છું છતાં દાદા
તુજને મળવાની ઘણી આશ છે
હું તને નીરખી શકું ના તને દાદા
તું પરંતુ મારી આસપાસ છે

વસ્યો તું ધરતી ગગનમાં
વસ્યો તું સુંદર મધુવનમાં
વસ્યો તું માં અને સંતમાં
છતાં શાંતિ નથી મનમાં

વસ્યો તું ધરતી ગગનમાં
વસ્યો તું સુંદર મધુવનમાં
વસ્યો તું માં અને સંતમાં
છતાં શાંતિ નથી મનમાં
દ્રષ્ટિ ગોચર થા હવે તું વિશ્વ માં દાદા
તુજ વિના અહી સહુ નિરાશ છે
દોષ થી હર્યો ભર્યો છું છતાં દાદા
તુજને મળવાની ઘણી આશ છે
હું તને નીરખી શકું ના તને દાદા
તું પરંતુ મારી આસપાસ છે

હું ને મારું ને મારા માં
એ જ વાતો મને ગમે
બીજા ના ગુણ તણી સરગમ
હૃદય માં ખુબ રે દમે

હું ને મારું ને મારા માં
એ જ વાતો મને ગમે
બીજા ના ગુણ તણી સરગમ
હૃદય માં ખુબ રે દમે
હું તણા સમુદ્ર માં ડૂબી ગયો દાદા
તારી પાસે આવી એક લાશ છે
દોષ થી હર્યો ભર્યો છું છતાં દાદા
તુજને મળવાની ઘણી આશ છે
હું તને નીરખી શકું ના તને દાદા
તું પરંતુ મારી આસપાસ છે
જળ બધા મૈં પી લીધા આ વિશ્વના દાદા
તુજને પીવાની હજી પ્યાસ છે
તું પરંતુ મારી આસપાસ છે
તુજને મળવાની ઘણી આશ છે