Chhodi Dejo Shedha Amara
Pintu Algotar
4:08દ્વારિકા દેશ જોયો ગોકુળનો ગોવાળ જોયો દ્વારકા દેશ જોયો મૂર્તિ મા મન મોહ્યા શામળીયાને ભાળી રોયો ગોમતી મા પાપ ધોયા રુઠેલા રૂક્ષ્મણી જોયા દેવ ભુમિ મા સુદ બુધ ખોયા તુ જસોદા નો લાડકવાયો નંદ ની આંખ્યો નો તારો ચોરી માખણ ખાનારો ગોવાળોનો છે સથવારો ગોપીઓના મન હરનારો વન વગડે ગાયો ને ચારો રાધા ના રુદીયે રમનારો કાળીયો તુ કામણગારો ગોકુળ થી મથુરા આવ્યો માવતર ને જેલે સોડાયો મામા તે કંસ ને પસડયો નરસિંહ મહેતા ને મળ્યો કુવરનો મામેરો ભરીયા બાવન કામ કરીયા મીરા ના ઝેર પીધા રાણા ને ભક્તિ મય કીધા બેની સુભદ્રા ના વીર દ્રૌપદી ના પુર્યા ચીર અર્જુન નુ ગાંડીવ તીર કૌરવો કર્યો તા થી દ્વારિકા દેશ જોયો મૂર્તિ મા મન મોહ્યા શામળીયાને ભાળી રોયો ગોમતી મા પાપ ધોયા રુઠેલા રૂક્ષ્મણી જોયા દેવ ભુમિ મા સુદ બુધ ખોયા ભરવાડુ ને ભાણેજ મળ્યો જાન બાઇ ને છાણ મા મળ્યો જલીયાણ જોગી ને મળ્યો મા વીર બાઇ નો હાથ માંગ્યો ધ્રુવ બાળા ને રંગ લાગ્યો રણ છોડી રણછોડ ભાગ્યો સાકુ ને તીરથ કરાયા વવુ વારુ થાઈ વાલો આયા સુશીલા નો ભરોહો રાખ્યો દીધેલો તાંદુલ ચાખ્યો સુદામા ના પગ પખાળી યારી જગે. વખાણી સગાળસા ની સાચી લાગણીએ ચેલયો ખડયો ખાંડળીયે પ્રગટ્યો તુ ઠાકર આંગણિયે અજમલ રાજે ભક્તિ કરી દિકરો થઈ જન્મયો તુ હરી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ મારો દોયલીવેળા નો સહારો ગંગાસતી પાનબાઇ ને મળ્યા ગોરા કુંભાર ને મળ્યો રુધીર ની ભાજી જમ્યો બળતો પ્રહલાદ ઠારયો હરણા કંસ ને ઉભો ફાડ્યો બોડાણા નુ ગાડુ હાકી દ્વારિકા થી ડાકોર આવ્યા ડાકોર ના ઠાકોર બની તુલસી ના પાદે તોલાયો દ્વારકા દેશ જોયો મૂર્તિ મા મન મોહ્યા શામળીયાને ભાળી રોયો ગોમતી મા પાપ ધોયા રુઠેલા રૂક્ષ્મણી જોયા દેવ ભુમિ મા સુદ બુધ ખોયા મેઘામામેપા બાપાન મળ્યો લીંબડા વાળો ઠાકર જોયો બોરુ બાવળિયા જોયો નગા લાખા ને મળ્યો ગેડીયા ની જતવાડ જોઈ ઠાકર તારો ઠાઠ જોયો જય કનૈયા લાલ કી સહ ભૂમિ ગોપાલ કી જહરીયો મે વીર જોયા ઝાઝાવડા દેવ જોયો પંચાળ ની ધરતી જોઇ અવલયો ઠાકર જોયો જોગી એ જમડી ખીર પાળીયાદ નો વીહળો પીર જય રણછોડ માખણ ચોર ગલીયે ગલીયે ગુંજે સોર તુ બાવન દુવારે બેઠો નીતિ ટેક હાજર રેતો છોરુ ની ખબરુ લેતો માંગ્યો વીના બધુ દેતો દ્વારકા દેશ જોયો મૂર્તિ મા મન મોહ્યા શામળીયાને ભાળી રોયો ગોમતી મા પાપ ધોયા રુઠેલા રૂક્ષ્મણી જોયા દેવ ભુમિ મા સુદ બુધ ખોયા