Mogal Maa Taru Dharyu Jag Mathatu
Rajbha Gadhvi
4:56ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મીઠુંડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર નેજો ઠાકરનો જ્યાં આભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ભાગ્યશાળી ચારણનો ભીમરાળા નેહ દેહુર ગાંધણીયાનો ડોલરિયો દેહ અવતારી જન્મી જયાં મોગલ આઈ દ્વારકાના દેવની તો વાત જ નો થાય દસમા જ્યોતિર્લિંગ જ્યાં દાદો છે શિવ જેની કૃપાથી છે જગના હર જીવ નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાયે દ્વારકાના દેવની તો વાત જ નો થાય નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાયે દ્વારકાના દેવની તો વાત જ નો થાય જોધાને મૂળુના જબરા તે જોમ વાઘેરના ભાલાએ તોળ્યો તો વ્યોમ અલબેલો મર્દાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ધવળી આ ધરતીના ધવળા છે લોક શર્ણાથી હાટુ એ મરવાના શોખ ચારણ રાજ એના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય ચારણ રાજ એના ગીતડા જો ગાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય