Maa Banine Aavo Prabhuji (Jain Songs)

Maa Banine Aavo Prabhuji (Jain Songs)

Vicky D Parekh

Длительность: 4:01
Год: 2025
Скачать MP3

Текст песни

પા સા ની સા સા પા સા ની સા રે સા મ ધ સા ની ધ
ગા મા ગા રે સા

માં બનીને આવો પ્રભુજી
મને બાળક થઈ તને મળવું છે
ખૂબ થયા એકઠા આંસુ
મારે તારા ખોળે રડવું છે
માં બનીને આવો પ્રભુજી
મને બાળક થઈ તને મળવું છે

ના પામ્યો હું હૂંફ કે લાગણી
ના હાલરડાં હૈયાનાં
ગા રે મા ગા રે સા ગા રે મા ગા રે સા
કોક દિવસ તો આવો પ્રભુજી
હાલ પૂછવા છૈયા ના
પળ બે પળ પ્રભુ તારા વિરમ માં
મને પાગલ થઈને રહેવું છે
મા બનીને આવો પ્રભુજી
મને બાળક થઈ તને મળવું છે

માતાનું વાત્સલ્ય મળ્યો ના
તેનું જીવન જહેર બને
ગા રે મા ગા રે સા ગા રે મા ગા રે સા
શું કહું તને ઓ વિતરાગી
કેવી વેદના સહેવી પડે
માં બનીને ખોળે લઈ લો
મારે હેતથી હૈયું ભરવું છે
માં બનીને આવો પ્રભુજી
મને બાળક થઈ તમને મળવું છે
માં બનીને આવો પ્રભુજી
મને બાળક થઈ તમને મળવું છે
મને બાળક થઈ તમને મળવું છે
મારે તારા ખોળે રડવું છે