Khune Thi Khune Thi (From "Aum Mangalam Singlem")

Khune Thi Khune Thi (From "Aum Mangalam Singlem")

Sachin Jigar

Длительность: 5:42
Год: 2022
Скачать MP3

Текст песни

કોઈ કહે મારા સપનાંને, મનમાં આવે મને મળવાને
હું પાથરીને આંખો છું ઊભી
ભીના ભીના આ મારા અરમાને , બોલાવું છું એ જૂના સરનામે
તારી વાટ જોતાં આખી તું થઈ
સાંભળો ને, સાંભળો ને ઓ  પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ
કે ખૂણેથી ખૂણેથી
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ
કે ખૂણેથી ખૂણેથી
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ
સાંભળો ને, સાંભળો ને ઓ  પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ

રે સા સા સા રે સા સા સા રે સા સા સા  રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ  દિલની તરજ મારી
પળભર  સાંભળો  પિયુ
સાંભળો ને પિયુજી આ વિનતી  સહજ મારી
આટલી તો સાંભળો પિયુ
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ
તમે ઊગો મારે આંગણ રે
રાત આવે રણ  સૂરજ બનીને
તમે અજવાળાં મારાં  જીવતરમાં કરો જી, હો જી
એકબીજાંને  થોડું ગમવાની ,પ્રેમની ગલીઓમાં રમવાની
એ આદતો તો જીવન થઈ ગઈ
તારી અસરમાંથી બચવાની, ગડમથલ ચાલી મનડાની
પણ લાગણીમાં આખી વહી ગઈ
શ્વાસમાં ગૂંજતી રે યાદ છે, આત્માનો તને સાદ છે
કે ખૂણેથી ખૂણેથી
આ દિલના ખૂણેથી, અરજ હું કરું કે આવો ને પિયુ
કે ખૂણેથી ખૂણેથી
દિલના ખૂણેથી, કે ખુદમાં મને સમાવો ને પિયુ
સાંભળો ને, સાંભળો ને ઓ પિયુ
વાત મારી સાંભળો ને ઓ પિયુ
રે સા સા સા રે સા સા સા રે સા સા સા  રે મ ગ રે
રે સા સા સા રે સા સા સા રે સા સા સા
રે સા સા સા રે સા સા સા રે સા ગ રે પ મ ગ રે
રે સા સા સા રે સા ની સા રે સા ની સા
સાંભળો ને તરસ્યા આ  દિલની તરજ મારી
પળભર સાંભળો  પિયુ
સા ની ધ સા ની ધ ગ રે સા ધ પ ધ સા ની
સાંભળો ને પિયુજી આ વિનતી  સહજ મારી
આટલી તો સાંભળો પિયુ
અરજ મારી સાંભળો પિયુ, મારા વ્હાલા પિયુ
તમે ઊગો મારે આંગણ રે
રાત આવે રણ  સૂરજ બનીને
તમે અજવાળાં મારાં  જીવતરમાં કરો જી